પૃષ્ઠ:Sandeshika.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨કિસ્મત

(ગઝ‌લ)

ખુદા જાણે લખ્યું હોશે અમારે કિસ્મતે શું આ !
ભલાની આ ભલાઈમાં બુરાઈ કંઈ થતે શું આ ! –ખુદા૦

નથી તકસીર કંઈ કીધી, કરી તદબીર કંઈ સીધી :
મગર તકદીર વગર એવી બુરાઈ આવતે શું આ ? –ખુદા૦

નફાની ના રહી આશા, ખફાના સૌ પડ્યા પાસા :
વફાની આ વફાઈમાં જફા પૂરી હતે શું આ ? –ખુદા૦

બુરૂં ખંજર ઊંડું પેસી જિગર નાખ્યું બધું રહેંસી ;
અરે ઓ નાતરસ ખૂની ! ન આવી રહેમતે શું આ ? –ખુદા૦

ગુલોની ચાદરો છાતાં અમારે દિલ પડ્યા કાંટા ;
અરે અફસોસ કિસ્મત ! તું ડૂબાવે લ્યાનતે શું આ ? –ખુદા૦