પૃષ્ઠ:Sandeshika.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪દાન

(ગરબી)

એક જાચક આવ્યો મારે બારણે, જય સીતારામ !
આવી ઊભો તે ભિક્ષા કારણે, જય સીતારામ !

એ દરિયાસાગર રાજવી ! જય સીતારામ !
તમ દાને છે દુનિયા લાજવી, જય સીતારામ !

તમ પુણ્યે આકાશ અજવાળિયાં, જય સીતારામ !
રહેજો અમર તમ મંદિર માળિયાં, જય સીતારામ !

દ્યો ભોજન, ઊભાં ભૂખિયાં, જય સીતારામ !
દઈ દાન કરો કંઈ સુખિયાં, જય સીતારામ !

એવું સુણી મેં ભૂખદુઃખ કાપિચું, જય સીતારામ !
હતું જે કંઈ તે મેં આપિયું, જય સીતારામ !

ગયો, ખાધું ને ખરચી નાખિયું, જય સીતારામ !
નહિ પાસે જરા પણ રાખિયું, જય સીતારામ !

ફરી આવી આવી લાગે માગવા, જય સીતારામ !
હું ન શક્ત બન્યો ભૂખ ભાગવા, જય સીતારામ !