પૃષ્ઠ:Sandeshika.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬




પાંપણના પડદા

(ગીત-ભેરવીનો લય)


પાંપણના પડદા ઉપાડો રે,
કોઈ પાંપણના પડદા ઉપાડો, ભલા !
મારાં નયનોની ઉષા ઉઘાડો રે,
કોઈ પાંપણના પડદા ઉપાડો, ભલા !–

ઊંચે ઝૂલેલી અમરવેલી,
ફૂલે ઝૂમેલી ઊભી જ્યોતિ રેલી :
તેને ઝીલવા હો હૈડું જગાડો રે,
કોઈ પાંપણના પડદા ઉપાડો, ભલા !
મારાં નયનોની ઉષા ઉઘાડો રે,
કોઈ પાંપણના પડદા ઉપાડો, ભલા !