પૃષ્ઠ:Sandeshika.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૭


આત્મા પડ્યો ગુંચવાય તે છૂટશે કહો ક્યારે ?
હૈડે પડ્યો અંધાર તે તૂટશે કહો ક્યારે ?
પ્રભુતાભર્યાં ફૂલડાં અહિં ખીલશે કહો ક્યારે ?
નયનો પરમમંદિરસુધા ઝીલશે કહો ક્યારે ?
બ્રહ્માંડ આ કીકી વિશે સમશે કહો કયારે ?—

મારી જન્મોની જડતા જવાડો રે,
કોઈ પાંપણના પડદા ઉપાડો, ભલા !
મારાં નયનાની ઉષા ઉઘાડો રે,
કોઈ પાંપણના પડદા ઉપાડો, ભલા !