પૃષ્ઠ:Sandeshika.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮



માનવદુઃખ અને પ્રભુનો સ્નેહ *[૧]

(પદ)

પ્રભુ સંભારે રે અમને પળપળે,
એવાં જગમાં છે કોનાં રે ભાગ્ય ?
અંતર ધારે રે અમને પળપળે,
એવો પ્રભુનો છે સ્નેહ અથાગ :
પ્રભુ સંભારે રે અમને પળપળે ! ૧


દુખડાં દોહલ રે ઘોળે પળપળે,
મારા પ્રભુનાં એ મોંઘેરાં દાન ;
કાનમાં કોયલ રે બોલે પળપળે,
તેમાં રહીએ સદા ગુલતાન :
પ્રભુ સંભારે રે અમને પળપળે ! ૨


  1. *ઘણી નાની વયથી અતિ તીવ્ર શિરોવેદના અને કાનના દર્દથી હું પીડાતો હોવાથી એક દિને એક મિત્રે સવાલ કર્યો કે “તમને આટલું બધું દુઃખ હોવાનું શું કારણ હશે, અને એમ છતાં તમારૂં મુખ પ્રસન્ન કેમ રહે છે ?” એના ઉત્તરમાં આ પદ લખાયું હતું.