પૃષ્ઠ:Sandeshika.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦


ઘેરી ઘણેરી રે છાયા પળપળે
આવે આવે ને જાય અનેક ;
ઝૂમે અનેરી રે કાયા પળપળે,
તોય રાખે પ્રભુ અમ ટેક :
પ્રભુ સંભારે રે અમને પળપળે ! ૬.


દુખડાં દેજો રે અમને પળપળે !
ભલે ડોલજો ચૌદે બ્રહ્માંડ !
અંતર વહેજો રે શમને પળપળે :
ઝીલશું મનભર પ્રભુરસકાંડ !
પ્રભુ સંભારે રે અમને પળપળે ! ૭.