પૃષ્ઠ:Sandeshika.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૧


દુઃખની દેવી(ગરબી)
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !
આંસુડે ઝરે અમોલા ઓઘ જો :
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !
આંસુડાં માં વિશ્વના વિલાસ છે રે લોલ,
આંસુડાંમાં જોગીઓના જોગ જો :
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ ! .....૧

દુઃખની દેવી હું જગતમાવડી રે લોલ,
દુ:ખનાં પીયૂષ પાઉં રોજ જો:
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !
શિરે વરસાવું ઊંડી વાદળી રે લોલ,
નીરના ભરે નયને હોજ જો :
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ ! ....૨