પૃષ્ઠ:Sandeshika.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨


અંધકારે લીંપ્યું મારું આંગણું રે લોલ,
માંહિ પધરાવ્યા ગુરુદેવ જો:
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !
ટમકે છે દિવ્ય ઊંડા તારલા રે લોલ, -
દુનિયાને દીનતાની ટેવ જો :
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ ! ...૩

પૃથ્વીમાં પ્રકાશની ઝડી ઝરે રે લોલ,
ઝીલે તેને મોંઘી દુઃખથાળ જો :
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !
થાળે થાળે ધૃજે પ્રાણપાંદડી રે લોલ,
ફૂટે તેમાં ફૂલડાંના ફાલ જો :
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !....૪

પુણ્યકેરા પાટ મારા પંથમાં રે લોલ,
વીર કો કરે ત્યાં વિષપાન જો :
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !
વહાલાં ! વિરાજો વદનહાસ્યથી રે લોલ,
દુઃખડાં તો દેવકેરા દાન જો !
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !......૫