પૃષ્ઠ:Sandeshika.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪


દુઃખના તે પહાડમાંથી ગંગા ઉતારી,
વારી વારીને પાછી વાળશે ના?
જગતઝાળમાં બળ્યાંને વધુ બાળશો ના ! ૪

જયોતિ જ્યોતિમાં બાળી કુંદનની કાયા,
માયા માયા કહી આડું ભાળશો ના:
જગતઝાળમાં બળ્યાંને વધુ બાળશો ના! ૫

ભૂત ભીડાયાં પાછળ, ઉઘડે મહાભાવિ,-
આવી આવી તે શમણાં ખાળશો ના : -
જગતઝાળમાં બળ્યાંને વધુ બાળશો ના ! ૬

ભસ્મે ઢાંકયા અંગારા જીવનના મૂકી,
ફૂંકી ફૂંકી તેને પ્રજાળશો ના
જગતઝાળમાં બળ્યાંને વધુ બાળશો ના ! ૭