પૃષ્ઠ:Sandeshika.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૬


એ ધન્ય પળમાં હ્રદયના તારો ઝીણા ઝઝણી રહે,
રણકાર કંઈ ઊઠે દિલે, નવજાતિ કંઈ આંખે વહે:
સંસારના અંગારની ત્યાં ઝાળ ના કંઈ લાગતી,
પણ ભાવિનું ઉર ચીરતી નવકલ્પના કંઈ જાગતી. ૪

એ મિષ્ટ પળ માં અંતરે મૃદુ ભાવ કંઈ જન્મે નવા,
ઘડી ૨ક્ત સાથે શ્વાસને પણ તે કહે થંભી જવા;-
આંખો છતાં દેખે નહીં, કર્ણો છતાં સૂણે નહીં,
પણ આત્મ ઊંડો જાગી વધુ દેખે વધું સૂણે તહિં. ૫

એ પળ વિશે પડી રેતી માં, હું જોઉં ઊંચે ને નીચે:
૨જની ધીમે અંધા૨જળ આકાશથી જગ પર સિંચે;
પ્હાડે,મિનારા,વૃક્ષ સો—દુનિયા બધી તેમાં ડૂબે,
એ નિત્યપ્રલયજ નિરખવા. તારા નભે નીકળી ઊભે . ૬

દુનિયા ડૂબે, દુનિયા તરે : એ જોય માનવ સર્વદા;
આ વિશ્વના પલ્લાતણી દાંડી રહે નવ સ્થિર કદા;
દુનિયા તરે, દુનિયા ડૂબે: માનવ ઊઠે, માનવ સૂએ,
ને ભા૨ વ્હેતા પ્રાણીશું ચાલી જતું સઘળું . 9