પૃષ્ઠ:Sandeshika.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૮


માટી થકી કંચન જડે, પથ્થર વિશે રત્નો મળે,
હા, તેમ માનવદેહમાંથી દેવ આખરે ઝળહળે!
સુખદુઃખનું આ વૃક્ષ વધતું મંજરી ભર ધારશે,
ફળફૂલથી ઝૂકી રહી આનંદ દિવ્ય પ્રસારશે. ૧૨

કંઈ પર્વતો પીગળી જઈ ઝાકળ સમા ઊડી જશે,
પડશે ધરા સાગરમુખે, સાગર હઠી ખાલી થશે,
ખરશે ઉડુ, રવિ શીત થશે, પડશે શશી કાળો ખમાં,
પણ માનવી કર્તવ્યવશ વધતો જશે નિજ તેજમાં ! ૧૪

જે તેજ વેરાયું જગે તે બિંદુરુપ રહ્યું બધે,
આ વિશ્વમાં તારા સમું નિયમે રહી આગળ વધે;
અંધારમાં ઘસડાય પણ છે દષ્ટિ દૂર દિશા ભણી,
કો મહાતેજ વિશે જઈ મળશે બધી જ્યોતિકણી. ૧૪

નીચે પડી આ રેતીમાં જોંઉં ઊંચા આકાશને,
આતુરનયન નિરખું ગગનમંડળ રમાતા રાસને :
બ્રહ્માંડ કુલ ઝમકારતુંજ તણાયુ ઊંડી તાનમાં,
ને આ ધરા પણ દોડતી લઈ જાય સૌ તે સ્થાનમાં. ૧૫