પૃષ્ઠ:Sandeshika.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૯


તો હે મહામુખ સાગરા ! તુજ ઘોષ નિત્ય ગજાવજે !
એ ઘોષમાં અમને સદા કર્તવ્ય અમ સમજાવજે !
તુજ નિત્યજાગૃત હૃદયનું બળ આપજે અમને જરા,
આ પળ સમી કંઈ ધન્ય પળ દેજે ઘણી, હે સાગરા ! ૧૬

અંધારમાં આ તારલા નિજ પંથમાં વાધે ક્રમે,
આકાશભરતા ભવ્ય તેજે જઈ પ્રભાતે સહુ સમે:
ત્યમ આ ધરા પર ઘૂમતા, હે સાગરા ! આપણ જશું,
તે દૂર દિવ્યપ્રસંગમાં તું, હું, બધા સાથે થશું ! ૧૭