પૃષ્ઠ:Sandeshika.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૦
નાચ


(ગરબી)
એક રસિયો રહ્યો દૂર દૂર,
થનગન નાચે રે!
એના નાચે જગત ચકચૂર,
રસભર રાચે રે !– (ધ્રુવ)

રસિયો નાચે પ્રીતિના ચોક માં,
જાગે જગત ઝમકારે રે;
પદે પદે નવજ્યોતિ ઝરે ઊંડી,
જાગે જીવન અમીધારે :
હો ! થનગન નાચે રે ! ૧