પૃષ્ઠ:Sandeshika.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૧


નાચે આકાશ, નાચે તારલા, ને
નાચે સૂરજ ને ચંદા રે;
નાચે ધરા, નાચે સિંધુ ધમકતો,
હૈયે મારે નાચે પડછંદા :
હો ! થનગન નાચે રે ! ૨

ઊંડે આનંદ એક નાચે અલબેલડો,
રેલે અખંડ રસહેલી રે;
ભરતી ભરાય જગઅંગે ઉછળતી,
રંગે ભીંજાય ઘેલી ઘેલી :
હો ! થનગન નાચે રે ! ૩

નાચે રીઝાય કેઈ, નાચે ખીજાય કેાઈ,
નાચે ભીંજાય સહુ સાથે રે;
વાંકીચૂંકી પડે પગલી જગતની,
તોય રાખે ધરી નિજ હાથે :
હો ! થનગન નાચે રે! ૪