પૃષ્ઠ:Sandeshika.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


જૂનાં આ વન, જૂની ઝાડીઓ,
ને જૂની જટા વડલાની છાય રે;
જોગીડા જૂના જૂના રે :

ઘાડી આશા દિલ ઘેરતી,
તેમાં પંથ પાડે અમ પાય રે;
જોગીડા જૂના જૂના રે.

જૂનાં તે કાળનાં મોજડાં,
ને છે જુનો અમારો ઘાટ રે ;
જોગીડા જૂના જૂના રે :

લીધાં તપોવ્રત સ્નેહનાં,
તહિં ઊભા અખંડ જોઈ વાટ રે;
જોગીડા જૂના જૂના રે

જૂનાં કમંડલ, બેરખા,
ને જૂનાં ભગવાં અમારી સાખ રે;
જોગીડા જૂના જૂના રે :

ભર્યાં કલ્યાણ અમ ઝોળીએ,
આવો, ચોળો અમારી ખાખ રે ! .
જોગીડા જૂના જૂના રે.