પૃષ્ઠ:Sandeshika.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૨


આઘી દિશાઓ ધીમે ખોલતી ને ,
જામે પુનીત ગીત ઘેરાં રે;
ભુવન ભુવનમાં ઉઘડે આંખલડી,
નાચે હૈયે શમણાં અનેરાં :
હો ! થનગન નાચે રે ! ૫

રસિયાં ! આવો, કુમકુમ પગલે,
નાચે દઈએ સહુ તાળી રે;
નાચો, નાચો, મારા ૨સિયાના નાચમાં
તાળી ન જાય કદી ખાલી :
હો ! થનગન નાચે રે! ૬