પૃષ્ઠ:Sandeshika.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૩


નવભૂમિ


(પદ)*

ઊભું વ્યોમ ઊંચે જગ છાઈને રે,
ઊભું ધરણી સાગર શીર જો,
ઊભું રાત દિવસ ગબડાવતું રે,
ઊભું ભવ્ય મહાગંભીર જો :
બાંધી સર્વ દિશા આ વિશ્વની રે. ૧

ધરણી ધગતી, સાગર ઉકળે રે,
વનમાં કાંટા, સિંધુ કરાળ જો;
ઊભું વ્યોમ ઊંચે, આપણ નીચે રે,
તમ અમને લેતું એક ફાળ જો :
એક કદમમાં વિશ્વ સમી જતું રે. ૨

ઘડી બે ઘડી જશે અધમીટમાં રે,
પુણ્યપદો સંભળાશે દ્વાર જો :
ઉકળતા સાગર નહિ ઘોરતા રે,
નહિ કાંટા, ન ધરાઅંગાર જો;
જઈશું પ્રિય એવી નવભૂમિમાં રે ! ૩

__________________________________________________

  • “ઓધવ ! એક વાર ગોકુળ સંચરે રે,”—એ ચાલ.