પૃષ્ઠ:Sandeshika.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૪


ફૂલડા વેરંતી ધરણી હસે રે,
સાગર છલકે અમીનિધાન જો:
ઊભું વ્યોમ નીચે, આપણ ઊંચે રે,
પ્રભુપગલાંનું જાદુઈ પાન જો !
સમતું વ્યામ ઊંડું પ્રભુઅંતરે રે. ૪

વહાલાં ! પ્રભુના મીઠા બોલડા રે
વરસે ધરણી સાગર શીર જો,
દ્વારકમાન દીપે નવધામની રે
ઉપર ભવ્ય મહાગંભીર જો,
ત્યાંથી જવું પાવન પ્રભુદેશમાં રે. ૫

પહો ફાટે ને છાયા ઉડતી રે,
ભુવન ભુવન ઉઘડે ભરરંગ જો :
છો આજે રજની ગુંગળાવતી રે,
કાલે નવલ પ્રભાત સુસંગ જો:
વહાલાં ! ઊંચે વ્યોમ નિહાળીએ રે ! ૬