પૃષ્ઠ:Sandeshika.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૫


પ્રભુનાં ઘેલાં

(પદ)

પ્રભુનાં ઘેલાં બનીએ, વહાલાં ! પ્રભુનાં ઘેલાં જી.
હો વહાલાં ! પ્રભુનાં ઘેલાં જી.—(ધ્રુવ)

જગડાહ્યાંનું ડહાપણ ડોલે, તેશું ન બોલે નાથ,
હો જી, તેશું ન બોલે નાથ;
જગડાહ્યાં જો બને પ્રભુઘેલાં તો પ્રભુજી આવે સાથ :
હા વહાલાં ! પ્રભુનાં ઘેલાં જી. ૧

ભરબપ્પોરે ઘોર અંધારૂં, ભરદરિયે જળખોટ,
જુઓ જી, ભરદરિયે જળખોટ ;
જગજ્ઞાનીનું જ્ઞાન બંધાતું જગજ્ઞાનીને કોટ !
હો વહાલાં ! પ્રભુનાં ઘેલાં જી. ૨

મોંઘેરા મહેલ ને કિલ્લા કચેરી,. કોઈ ન આવે કામ,
જગતમાં કોઈ ન આવે કામ ;
ફુંકે વંટોળીઆ, ધરણી કંપે, ત્યાં વીર પણ હારે હામ:
હો વહાલાં ! પ્રભુનાં ઘેલાં જી. ૩