પૃષ્ઠ:Sandeshika.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૬


આગે જળે નહિ, રેલે ડૂબે નહિ, કાપે ન કોટિક વીજ,
કદાપિ કાપે ન કોટિક વીજ ;
અમૃતફૂપી એ અંતર ધારે પ્રભુધેલાંની પતીજ:
હો વહાલાં ! પ્રભુનાં ઘેલાં જી. 4

ઘેલાં રે ઘેલાં,આપણ ઘેલાં, ડાહ્યાં હસે ધરી ગર્વ,
ભલે રે ડાહ્યાં હસે ધરી ગર્વ;
એવાં ડાહ્યાંનાં હારયરુદનમાં દુનિયા ડૂબી ગઈ સર્વ !
હો વહાલાં ! પ્રભુનાં ઘેલાં છે. ૫

બે આંખે બે ચિત્ર ન દેખે, બે કાને ન બે બોલ,
સુણે કો બે કાને ન બે બોલ;
ઘટઘટ પ્રભુઘેલાંના પ્રાણનું ડોહ્યાં કરે શું તોલ ?
હો વહાલાં ! પ્રભુનાં ઘેલાં જી. ૬

ઘેલો આત્મા, ઘેલું હૃદય, ને ઘેલો આપણો સાથ,
હસી લ્યો ! ઘેલો આપણો સાથ ;
એવાં ઘેલાંના આનંદે હસવા, ઘેલા બને જગનાથ ! -
હો વહાલાં ! પ્રભુનાં ઘેલાં જી.