પૃષ્ઠ:Sandeshika.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૭




જીવનસંધ્યા

(પદ)*[૧]

સખી ! ઝૂમાઈ પ્રાણની પાંખડી રે,
અધસૂકી લાગે શું વસંત જો ;
ખાંચી ખાંચી વરસે મેઘલા રે,
અધુરાં અજવાળાં ઉતરંત જો :
સખી ! કંઈ ચાલી ગયું જીવનથકી રે ! 



મીઠાં તેજોમય સ્વપ્નાં હતાં રે,
ધરણીમાં કંઈ દીપતી જ્યોત જો;
ઝળહળતી ઊંડેરી આંખડી રે,
સંદેશા દેતા ખદ્યોત જો :
સખી ! જીવનમાં એવું કંઈ હતું રે. ૨.


  1. * “ઓધવ ! એક વાર ગોકુળ સંચરે રે,” — એ ચાલ.