પૃષ્ઠ:Sandeshika.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૮વનલીલામાં પ્રાણ વસાવતો રે
પંખીડાંનો પુણ્યસમાજ જો;
કુંજેકુંજ મૂગી ખાલી દિસે રે,
અધુરૂં અધુરૂં લાગે આજ જો :
સખી ! જીવનમાં કંઈ ઉણું થયું રે. ઉઘડતા પ્રત્યેક પ્રભાતમાં રે,
કે પુષ્પોશું ખીલતે ફૂલ જો,
રંગો કંઈ આવે ને જાય છે રે,
પણ કંઈ ગઈ તે પ્રભા અતૂલ જો :
સખી ! કંઈ જીવનમાં ઘટતું દિસે રે. 


આજે એજ ઊભી તરુવેલડી રે,
એજ ઉપર છાયું આકાશ જો,
ઘૂમતી રવિચંદની મેલડી રે,
વરે એજ અલૌકિક હાસ જો :
સખી ! પણ કંઈ એમાંથી ઉડી ગયું છે.