પૃષ્ઠ:Sandeshika.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૯


સખી ! આ ધરણી તજતી તેજને રે,
કે આ ભૂલતી મારી આંખ જો ?
અંધારે ગૂંથાયું તેજ, કે રે
તેજતણી બીડાતી પાંખ જો ?
સખી ! કંઈ એવું અગમ્યજ શું હશે રે ? 



શું સૌંદર્ય ન ધારે એકતા રે,
કે નવ ધારે માનવઉર જો ?
જ્યોત અખંડ અચળ પથ પર દીપે રે,
કે વધતાં ખસતી તે દૂર જો ?
સખી ! કંઈ એવી સમશ્યા સુષ્ટિની રે ! 



ટહુકા કરતાં બુલબુલ કોકિલા રે,
તે સાથે રસ ઝીલતાં વૃક્ષ જો :
નાચે થનથન મોંઘા મોરલા રે,
તારા ટમકે નયને લક્ષ જો :
સખી ! એ સર્વ લહું કંઈ અંતરે રે !