પૃષ્ઠ:Sandeshika.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૦


પણ આ સાગર ઊંડો ઘોરતો રે,
ને પીંપળ ઊભાં સૂકાઈ જો;
ઊંડા કંઈ નિઃશ્વાસ વહાવતાં રે,
કરતાં એજ કથા મુખ કાંઈ જો ?
સખી ! ક્યાં મોંઘેરાં શમણાં ગયાં રે ? નિદ્રા જેવું જીવન આપણું રે,
એક રજનીનો જન્મ જણાય જો ;
ફૂટી તારા સંધ્યાતેજથી રે
વધતાં અંધારે ગૂંથાય જો :
સખી ! એવા જીવને પડદા પડે રે. ૧૦પણ તે શમણાંની છાયા રહી રે,
અગ્નિને ભારેલી રાખ જો ;
જીવનવનમાં વધતા પ્રાણને રે,
તિમિરે તેજતણી રહે ઝાંખ જો :
સખી ! સ્મરણે કંઈ સત્યો જાગતાં રે ! ૧૧