લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sandeshika.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૧


ઊંડી કાળી છાયા મેઘની રે,
કે બ્રહ્માંડભર્યા ભરશોર જો,
નહિ ઢાંકી, નહિં ભૂલાવી શકે ર્રે
એ સ્મરણોનાં પ્રિય અંકોર જો :
સખી ! અમીસાગરતીર એ કંઈ ઉગે રે.૧૨



તો આ અંધારે નભગંગને રે
જોતાં તારકશું જવું તીર જો :
ઉતરતા જીવનના પંથમાં રે
ધર્મ અને શ્રદ્ધામાં ધીર જો :
સખી ! કંઇ એ અંતર બળ આપતું રે.૧૩



સખી ! આ વનલીલામાં નાચતાં રે
પંખીડાં રેલે રસરેલ જો,
ને આ ઝરણાં દેડે કૂદતાં રે,
એમ હતા મુજ બાળકખેલ જો :
સખી ! તો એ આજે વધુ વહાલીડાં રે.૧૪