પૃષ્ઠ:Sandeshika.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૩


અગોચર ધામ

(રાગ માઢ)

એક મોંઘું અગોચર ધામ રે
મારા અંતરને આરામ. — (ધુવ)

જોઉં જોઉં ત્યાં આંખ ભૂલે ને
બોલી બોલી ભૂલું નામ;
ખોળું ખોળું પણ સહેજમાં સરકે
હાથ આવ્યેા વિશ્રામ રે,
એક એવું અગાચર ધામ.


રાતદિવસ નહિ, તેજતિમિર નહિ,
નહિ કોઈ કાળ કે ઠામ;
પૃથ્વી, પાતાળ, આકાશ નહિ, કંઈ
રૂપ ન રંગ ન નામ રે,
એવું એક અગોચર ધામ.