પૃષ્ઠ:Sandeshika.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૪બધી દિશા પણ શોધી જડે નહિ,
શોધી જડે નહિ વાટ;
પંથ પડ્યો કંઈ પાય નીચે, પણ
ગોત્યા ગંગાના ઘાટ રે,
જોવા એક અગોચર ધામ.ભર્યો સરોવર નીરથકી ને
હંસલા ઊભા તીર;
નીર દીઠાં નહિ, શોષ છિપે ત્યાં
કોણ પેગંબર પીર રે ?
એવું એક અગોચર ધામ.વાટમાં પૂછો, ઘાટમાં પૂછો,
પૂછો સકળ સંસાર :
તારકઝંડશું રોજ અંધારે
નાવે ભટકતાં પાર રે,
એક અગોચર ધામ. પ.