પૃષ્ઠ:Sandeshika.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૫


પંખી પડે ઝંપલાવી ન સિંધુમાં !
શોધવાને આકાશ :
મચ્છ ઉડે નહિ તેમ નભે, શીદ
માનવની ઊંધી આશ રે,
જોવા દ્વર અગોચર ધામ ?સૂની સૂની આ કપના આપણી
શોધે શું તારકપાર ?
કાન માંડે તો ગાન સુણે અહિંંજ
મર્ત્યધરાને દ્વાર રે;
રહ્યું અહિંજ અગોચર ધામ.દેવ અને મહાદેવ બધા અહિં
મળતા હજી ઠોરઠોર :
પત્ર હલાવો, શિલા ઉથલાવો, ત્યાં
દિવ્ય ંકોર રે,
વસ્યું અહિંજ અગોચર ધામ.