પૃષ્ઠ:Sandeshika.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૬


કાશી થુરાં કે ક્કા દીના
મળશે હૃદયને ઘાટ :
ખોળો, ખોળો, જરા આત્મથી માગો, ત્યાં
પ્રગટશે સ્વર્ગના પાટ રે,
મોંઘું મળશે અગોચર ધામ ! અંતરસ્વર્ગના પાલવ પકડી,
ધરજો અખંડ એક આશ :
રોતી જગતમાં ઝીલશે ને ભરશે
આત્મા ઊંડેરાં હાસ રે,
જોઈ મોંઘું અગોચર ધામ !૧૦