પૃષ્ઠ:Sandeshika.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૭વિશ્વનું ગદ્ય

(ગરબી)*[૧]

એક વસ્તુ રહી છે ગૂઢ, પ્રગટ તે કોણ બતાવે ?
ડૂલ્યા જ્ઞાની ધ્યાની બની મૂઢ, પ્રગટ તે કોણ બતાવે ? – (ધ્રુવ)

સાત પડો અંધારનાં વીંટાયાં છે ચોપાસ,
એકેકથી ગાઢાં અધિક, તેમાં ઊંડે ઊંડે રહ્યો વાસ :
પ્રગટ તે કોણ બતાવે ? — 

કંઈ કંઈ રજ એ વસ્તુની પડ ફોફી વેરાય;
જ્યમ જ્યમ પડ એ ખોળીએ, ત્યમ ત્યમ દૂર જતી તે જણાય :
પ્રગટ તે કોણ બતાવે ? — 

માનવ વસ્તુ ભૂલીને રજમાં રહે અંજાઈ;
જ્યમ જ્યમ રજ ચળકે ઘણી, ત્યમ ત્યમ અંધાર રહે ગૂંથાઈ ;
પ્રગટ તે કોણ બતાવે ? — 

એ રજને પણ કદી કદી વીંટે વાદળ ઘોર ;
ચમકે ચપળા આભમાં, વળી સિંધુ કરે બહુ શોર :
પ્રગટ તે કોણ બતાવે ? — 


  1. *“લોચન મનનો રે કે ઝઘડો લોચન મનનો, ” — એ ચાલ.