પૃષ્ઠ:Sandeshika.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૯સ્વર્ગને બારણે

(ખંડ હરિગીત)


ભિક્ષુક ઊભો આ બારણે,
મૂઠી ભીખને કારણે કે ;
ભર સૃષ્ટિમાં
તુજ દૃષ્ટિમાં
સહુ છે સમાન ઉધારણે.
જગથી અને જગતેજથી જ તજાયલો,
જનચક્ષુ ને નભતારલાથી હીણાયલો,
આ અણછૂટ્યા અંધારમાં,
આત્મ રૂંધતા ભારમાં,
ઊભો છું કાળકટાક્ષથી ભેદાયલો :
રજનીતણો રથ જાય ધીરે ચૂરતો મુજને સદા ;
દીનનાથ ! તારા વિશ્વમાં આ તું છતે શી આપદા ?