પૃષ્ઠ:Sandeshika.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૧





પ્રિય સ્વર્ગબ્હાર મૂક્યો મને,
રાખ્યું વચમાં બ્યોમને ;—
ઘડીઘડી રહી,
નભતરુ ચઢી,
હું ચુંબું તારક સોમને :
હું સ્વર્ગ કેરાં કૂલ પણ ભૂલી ગયો,
કંઈ મંદ છાયામાં તહિંં ડૂલી રહ્યો;
તુજ આંગણું ઊંચું પડ્યું,
હૃદય નીચે આથડ્યું;
તુજ માંડવો વધુ ફૂલથી ઝૂલી રહ્યો :
લહરી સરે નીચે સુવાસિત, ઝડપી તે ઉર હું ભરું,
ને એ સુગંધથકી હું કૅલની કલ્પના કંઈ કંઈ કરૂં.