પૃષ્ઠ:Sandeshika.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
વસંતની શોધ

(દિવ્ય)

કહેશો, ક્યાં જઈ સંતાઈ
વનજીવન લલિત વસંત ?
કહેશો, નવફૂલડે છાઈ
કઈ કુંજનિકુંજ હસંત ?
લીલી લીલા ઝૂલાઈ
દેતી રસ જગને દંત :
કહેશો, તે ક્યાં છૂપાઈ
પ્રીતિછાયા રસવંત ?