પૃષ્ઠ:Sandeshika.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૩




ગાળેલ ઊના હેમની,
શુદ્ધ ધારા પ્રેમની,
તુજ જગ વહે,
ને બધું, દહે.
એ તસમાયા ક્ષેસની :
ફળદ્રુપ છે તુજ વિધક્ષેત્ર રસે ભર્યો,
તુજ તેજબીજ અમૃતત્વપૂરિત છે કર્યો,
પણ ધગધણિત ધારા પડે,
ખેતરો તુજ તે વડે
ત્યાં ખેડતો તું, જાય હાસ્ય પૂરી નથી :
ઓ નાથ ! તારાં ક્ષેત્ર પાકે રુદનતાપ વતે ખરાં,
શું મૃત્યુનું ખાતર દઈ ઉગાડવાં તુજ ખેતરાં ?