પૃષ્ઠ:Sandeshika.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૬






ભિક્ષુક ઊભો તુજ બારણે,
મૂઠી ભીખને કારણે
છે સૃષ્ટિમાં
મુજ દષ્ટિમાં,
તું જ મારણે કે તારણે !
તુજ તાપથી મુજ વસ્ત્ર સર્વ બળી ગયાં,
મુજ પોપચાંનાં પડ બધાં પીગળી ગયાં ;
ખોયાં ઘણાં, રોયાં ઘણાં,
ચક્ષુ વિણ જોયાં ઘણાં,
તે આજ નવનેણે બધાંય મળી ગયાં !
ભંડાર જે ન ભરાય તે તુજ મૂઠી એકજ દે ભરી,
ઓ નાથ ! તારે આંગણે હું નાથ ભર જીવું ફરી !