પૃષ્ઠ:Sandeshika.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૭



કુલ ખલક સાથે ખેલતી,
કંઈક ભૂમિ હડસેલતી,
વધતી વધી
સ્વર્ગે ચઢી
આ રેલ આવી રેલતી :
તુજ સ્વર્ગની કૂંચી રહી મુજ અંતરે;
શોધ્યું નહીં તે આજ મળ્યું મુજને ખરે :
તુજ બારણે અથડ્યો અહિં,
ફૂટ્યું અંતર મુજ તહિં,
માંહેથી કૂંચી નીકળી રેલે તરે !
આ રેલ વિશ્વ ડુબાડતી મુજને મૂકે તુજ બારણે :
ઓ નાથ ! દ્વાર ઉઘાડ તારાં ! ધાર તારે ધારણે !