પૃષ્ઠ:Sandeshika.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૮

માટીનું મૂલ

(ચક્રાવલિ છંદ)*[૧]

ઓ જગનાથ !
પાંખ વિનાનો માનવ હું તો
સંધ્યાશું રમવાને જાઉં;
તારલડાશું ભરવા બાથ ;
ને વીજળીનો બાંધવ સૂતો
તે ગગડાટ જગવવા ચાહું :
પણ કંઈ ગાઉં,
તે પહેલાં પછડાય અવાજ, ને ત્યાં ધૂળ ભરે મુજ હાથ. —૧


  1. * આ છંદ નવો રચ્યો છે. સવૈયા એકત્રીશા અને ચોપાઈના ખંડોના સવિવેક મિશ્રણથી વાણીને ચંયળ ગતિ આપનારો આ નવીન છંદ બન્યો છે.