પૃષ્ઠ:Sandeshika.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૯


“રે રણવીર !
કોલાં કૂતરાં તો ભય પામી
હાર્યા સમજી ભાગી જાય;
પણ જો કેસરી ઉન્નતશીર !
ભોંય પડ્યો ઉછળે ફરી નામી,
તોડે કે છોડે નિજ કાય;
ધન્ય ગણાય !
કાયર જીવતો મૂએ જાણ, રણુશરો મરણે રણધીર.




“આવો શૂર !
હરિનો મારગ છે શૂરાનો,
કવિની એ વાણી છે સત્ય;
બહાર પડો લઈને રણતૂર !
નહિ પાવૈને ચઢશે પાનો,
શૂરા કેરી અનેરી ગત્ય :
વીરતાનૃત્ય
વીર રગેરગ નાચી રહે; હરિ જીતવા ઝુકાવો પૂર ?” — ૩