પૃષ્ઠ:Sandeshika.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૦


“આ શા બોલ
ઊંડા વ્યોમતણાં પડ ચીરી.
આવે આથડતા અહિં આમ,
કરવા કંઈ માટીનું તોલ ;
હોય ફકીરી, હોય અમીરી,
પણ શૂરા મૂકે નહિ મામ :
ઉર, ધર હામ !
પડવું તે ચઢવાને ફરી, હરિ લંબાવે હાથ અમોલ —

“શું તું જોય ?
એ માટીના માનવ ! તારી
માટીમાં છે હરિનું હેમ;
તું જે સદ્‌ભાગી કોય ?
ખાળી જો તુજ દીપ સમારી
એની રજ ચળકે છે કેમ :
મેળવ એમ,
ને એ માટીને કર શુદ્ધ, પછી બધો હરિહેમજ સોહ્ય. ”—