પૃષ્ઠ:Sandeshika.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૧


વારંવાર
એમ સુણ્યું છે કે હરિધામે
પૂગવા પહેલાં આવે પૂલ,
તે છે કઠણ ઉતરવો પાર;
દાનવ ઊભા ઠામે ઠામે
તે માગે માટીનું મૂલ :
ન પડે ભૂલ,
એ મંત્ર શિખાડો કાંઈ, કરીએ નિર્ભય પૂલ પસાર !— 



“લે એ મંત્ર !
એ માટી ફોડીને ઊંડો
અંદર ઉતર્યો જા તું ઠેઠ ;
કર ત્યાં સાચી શોધ સ્વતંત્ર !
માટીમાં રસ પૂરતો રૂડો
જડશે ત્યાં પછી કૂ૫ વચેટ,
તેની હેઠ
કૂંચી એક જણાશે પડી, લઈ તે ખોલી દે ઉરયંત્ર !