પૃષ્ઠ:Sandeshika.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧


શોધી ફૂલડાંની આંખે,
શોધી કોયલને કંઠ ;
શોધી સંધ્યાની પાંખે,
શોધીજ ઉષાને પંથ;
ખોળ્યા ધરણીની સાખે
કંઈ ગગનતણા રસગ્રંથ:
શું અવર ધરા જઈ ઝાંખે
રસપૂર્ણ અમર ઉરકંથ ?

આવી,મોહી, ઉડી જાવુંઃ .
એ છે એની જુની રીત;
જગનાં જનને રહ્યું ગાવું
ગતકાળતણાં ગુણગીત;
ચ્હાવું, સ્હેવું ને સ્હાવું:
એ છે જીવનની જીત ;—
કહેશો, ક્યમ જઈ સમજાવું
જે પ્રીછે નહિ ઉરપ્રીત ?