પૃષ્ઠ:Sandeshika.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૩“ના કર ચંત !
વિશ્વ વસે તુજ કીકીમહિં જો,
સૌમાં તું પોતે દેખાય,
એવી બને તુજ દૃષ્ટિ અનંત :
પથ્થર એક હલાવે અહિં તો
આકાશે તારો ખસી જાય :
વધુ શું ચાહ્ય ?
જા તું પૂલ વટાવી પાર, જે હરિધામે અમરવસંત ! ” — ૧૦

***


ઓ જગનાથ !
પાંખ વિનાના માનવ હું તો
 આજ ઉષાશું રમવા જાઉં :
રાત મથ્યો તારલડા સાથ;
ને નભવનનો સિંહ જે સૂતો
તે દિનનાથ જગવવા ચાહું ;
ને કંઈ ગાઉં
છેડી મુજ હૈયાના તાર, મુજ અંગુલિ થાલે તુજ હાથ !  — ૧૧