પૃષ્ઠ:Sandeshika.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૪


માનવચિતા

(રાગ માઢ)

પ્રભુ બેઠા છે સ્વર્ગને બારણે,
આ જગત ચાલ્યું જાય :
જગત પાંસરું ચાલ્યું જાય,
જગત નિર્ભય ચાલ્યું જાય છે. પ્રભુ૦ — (ધ્રુવ)


અણમાપ્યાં છે તેજ જગતનાં,
અણવીંધ્યા અંધાર;
કોટિ કોટિ રવિ વ્યોમ તપે પણ
કોઈ ન પામે પાર રે — પ્રભુ૦ 


ભરબ્રહ્માંડતણા સાગરમાં
ચાલે ભરતી ઓટ;
પ્રભુ બેઠા છે સુકાને, ઓ માનવ !
તારે ફિકર શી માટ રે ? — પ્રભુ૦