પૃષ્ઠ:Sandeshika.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૫


શૂન્ય વિશે બીજ વાવ્યાં જેણે,
પ્રેમે ઉછેર્યો પૂર;
ચોગમ તરુ આ ઝુલી રહ્યાં, તે શું
દૃષ્ટિથકી રહે દ્વાર રે ?— પ્રભુ૦ 


શૂન્ય હતું ત્યાં એક બન્યું ને
એકના થાય અનેક;
સર્વ ગણિત શમ્યું એકમમાં તે
એકતણોજ વિવેક છે.— પ્રભુ૦ 


દિનદિન દિનકર ઉગશે ને
વહેશે કરુણાના દોધ :
તું શું ઉકાળશે, માનવી! તું તો
કર્મે બંધા જોધ રે !— પ્રભુ૦ 


ચાલી શકે રવિ સાથ સદા તો
ક્યાં છે તિમિરના વાસ ?
નાની તુજ પગલીઓ પાછળ પડતાં
પામે તિમિરનો ત્રાસ — પ્રભુ૦