પૃષ્ઠ:Sandeshika.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૭


ત્રિકાલ

(ગરબી)*[૧]


મીઠી મીઠી બોલે, વસંત ઉર loલે,
હો ઝૂમે આશાના મહોર ;
રાતું રાતું ખીલે, પ્રભાત રંગ ઝીલે,
તે લાગે ઝાંખા ને ઘોર :
રંગ હોઠે વસે ૨ લાલ !


કોયલ ડાળે ડાળે ટહુકી રહે ઊનાળે,
હો ના પ્રીતિના મોર;
તપી તપી તાપે બપોર તેજ વ્યાપે,
તેમ ચળકે આંખલડએએ ચોર :
પ્રભા મુખડે હસે રે લોલ ! 


  1. * આ ગરબી નવી રચી છે.