પૃષ્ઠ:Sandeshika.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩


ફૂલડાંને નાખ્યાં વેરી;
રંગો કરમાયા અદ્ય;
બંસી ઊંડી રસઘેરી
છે દૂર પી અનવદ્ય;
રસસરિતા બની આછેરી
મુંઝવે કવિઓનાં પદ્ય :
ક્યાં ગઈ વસંત નમેરી ?
ક્યાં ગઈ, કહી દે સદ્ય !

પગલાં દીઠાં છે એનાં ?
એ ગઈ હશે કઈ વાટ ?
તું, પવન ! મને કહેશે ના ?
ટાળે હૃદયઉચાટ ?
યૌવનરસભર તે નેણાં
શું ઝળે લીલમને માટ ?
કે તપ માંડે લાખેણાં
જઈ સુરગંગાને ઘાટ ?