પૃષ્ઠ:Sandeshika.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪એને કો શોધી લાવો,
તો દઉં વરદાનજ સત્ય :
દઉં અમરજીવનનો લ્હાવો
ને ચિરયૌવનની ગત્ય;
કમળોથી ભર્યાં તળાવો,
ફૂલકીકીઓનાં નૃત્ય :
ફૂલડાં ! કોયલ ! સહુ આવો !
કરિયે કંઈ શોધનકૃત્ય ! —

એ વિના તપ્યા તપનારા,
ને આભ ૨ડ્યાં ચોધાર;
ચોદિશા સમીરણ સારા
કંઈ ભમ્યા હૃદયને ભાર;
ઝૂર્યાં સૂકા જગક્યારા,
પંખી ધ્રુજ્યાં શીત ગાર:
શું રહે સદાય ઉધારા
સુખના આશાને દ્વાર ?