પૃષ્ઠ:Sandeshika.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫


મૂકે ખુલ્લા ઉરમાળા,
મૂકો સાત્ત્વિક ફળ માંય,
ગાઈ ગુણરાગ રૂપાળા
પ્રેરો રસવંતા પાય :
રંગ રસિયા રઢિયાળા
કંઈ ધીર સમીર વહાય,
ત્યાં સટકેલી રસબાળા
ઉતરી આવી લોભાય !૧૦

લાવો પીચકારી, ભૈયા !
લાવોજ અબીર ગુલાલ :
સ્નેહ છાંટે, રસછૈયા !
એ સુંદરી કેરા ગાલ !
પ્રિય કોકિલ, મોર, બપૈયા !
ગાઓ, નાચો રસતાલ :
લેશો નવપુષ્પિત અહિંંયા
આ વસંતની વરમાળ ?૧૧