પૃષ્ઠ:Sandeshika.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
મધુરી(ગરબી )*

શિખરે શિખરે લીલા લલિત રમાડતી
ભરછક ઊભી ટેકરીઓની હાર જો;
ને મધુરાં મધુરાં ઝરણાં રેલાવતી
કંઈક તૃષાતુર મુખ રેડે અમીધાર જો :
એવી એ સુંદરતા ગઈ ક્યાં આજ રે ?....... ૧

કેડે કે કોટે ઘડીભર ટિંગાઇને
દૂધમય વાદળીઓ ત્યાં કરતી ખેલ જો;
ને ખીણો ખોળે સૂતી લંબાઇને
શમણે નિરખે સ્વર્ગગાની વેલ જો :
એવી એ સુંદરતા ગઈ ક્યાં આજ રે ? .......૨

_____________________________________________

  • "ઓધવજી, સંદેશો કહેજો શ્યામને," –એ ચાલ.