પૃષ્ઠ:Sandeshika.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
મારી બહેની


(ગરબી)

મારા હૈડાનો હલકાર,
મીઠડી બહેની તું !
આવે ચાંદનીનો ચમકાર,
મીઠડી બહેની તું !--(ધ્રુવ)

આછેરાં અરુણાં અજવાળાં
ઉષા ભરે જગમાંય રે,
મુજ આંગણિયે એવાં તારાં
 તેજ મધુર ઢોળાય :
મધુરી બહેની તું.............૧

વ્યોમઅટારી તારા ટાંગી
ચંદા ફરતી જેમ રે,
ફૂલપગલી પૃથિવીમાં પાડે,
આવે રસભર તેમ,
રસીલી બહેની તું.........૨